ચા ☕સાથે માણો ગરમા-ગરમ ચોખાના લોટના થેપલા🍪...ૐD
સામગ્રી -
ચોખાનો લોટ
તેલ
જીરું
હિંગ
મીઠું
મરચું
હળદર
ધાણાજીરું
કોથમીર
તલ સફેદ અને કાળા
ટોપરું
પાણી
બનાવવાની રીત -
એક પેનમાં એક ચમચી તેલ ગરમ થાય ત્યારે જીરું અને હિંગ ઉમેરવી ત્યારબાદ એક કપ પાણીમાં કોથમીર અને મીઠું મરચું હળદર ધાણાજીરું તલ ઉમેરી ઉકાળવું. ઉકળે પછી ગેસ બંધ કરી ઉકાળતા પાણી માં ચોખાનો લોટ એક કપ ઉમેરી બરાબર મિક્સ કરી દસ મિનિટ રેસ્ટ આપવો. ત્યારબાદ થોડું ગરમ હોય ત્યાં હાથેથી મસળી પરોઠાનો લોટ જેવો લોટ તૈયાર કરવો. જો લોટ કઠણ લાગે તો હફાળુ ગરમ પાણી ઉમેરવું અને જો ઢીલો લાગે તો સેજ લોટ ઉમેરવો. લુઓ લઈપરોઠા વણી પરોઠા જેમ શેકવા. ગરમાગરમ સર્વ કરો...ૐD