ભવોભવ છે ઋણ એમનું કદી ના ભૂલજો,
કૃપા મળી જાય એમનાં ચરણોમાં કદી ના ભૂલજો.
પામ્યું સઘળું જે જગતમાં છે કર્મફળ કદી ના ભૂલજો,
કૃપા છે એમની ભીતરમાં વસનાર કદી ના ભૂલજો.
કરતાં આપણે ભૂલો હર ક્ષણક્ષણ માં કદી ના ભૂલજો,
કૃપા વગર પત્તું પણ હલે નહીં કદી ના ભૂલજો.
સત્કર્મો થી મહેકે જીવન આયખું કદી ના ભૂલજો,
કૃપા એમનાં થકી શક્તિ સંચાર કદી ના ભૂલજો.
ચપટી માં મિલાવતા વાર લાગે નહીં કદી ના ભૂલજો,
કૃપા થી મળી જાય સાક્ષાત દર્શન કદી ના ભૂલજો.
કઠપૂતળી છીએ ચલાવે તેમ ચાલીએ કદી ના ભૂલજો,
કૃપા થી મળ્યો આ માનવદેહ ઉપકાર કદી ના ભૂલજો.
ભ્રમણાથી શોધીએ ઈશ્વર મંદિરમાં કદી ના ભૂલજો,
કૃપા થકી વસે આંખોમાં ઈશ્વર કણકણમાં કદી ના ભૂલજો.
દિપ્તીબેન પટેલ.(શ્રીકૃપા)
વડોદરા.