મુલાકાત...
તમે આવો તો એક મુલાકાત કરી લવ,
થોડી ક્ષણો, હળવી નઝર ફેરવી લવ.
યાદોનું પરબીડિયું તમે મોકલો જો પ્રિયે,
વિરહના વાદળોને વ્હાલથી સેરવી લવ.
સૌંદર્યને તમારી મુજ નજરો ના લાગે,
કાળી બિંદી તમારા વદને ટેકવી લવ.
નશો મદિરાનો હવે ક્યાં ચડે છે મને,
પાલવની પથવારે તૃષ્ણા છિપાવી લવ.
મળે જો વિધાતા તો કરવી એક અરજ,
બેઉ ના લેખને ઐક્યમાં ભેળવી લવ.
@ મેહુલ ઓઝા