મંદિરમાં બેઠેલો આ ભગવાન હવે અકળાય છે
આ ઘંટકેરા નાદથી શ્ચાસ એનો ગૂંગળાઈ છે
સામે ધરાવેલા છપ્પનભોગથી મન એનું દુભાય છે
જ્યારે બહાર ઉભેલાં ભૂખ્યાની આંખે આંસુ છલકાઈ છે
મંદિરમાં બેઠેલો ભગવાન હવે અકળાય છે
જૂઠ અને સત્યનાં સોદા જ્યારે તેની હાજરીમાં થાય છે
પ્રહલાદ, નરસિંહ જેવાં ભક્તો માટે પ્રતિક્ષા એની લંબાય છે
પથ્થરની મૂર્તિમાં એને શોધતો માનવી
જ્યારે ખુદ પથ્થર બની જાય છે...... Resham 💝