દૂર જો કયાંક ઉડે આકાશ મહી આપણી પ્રીતની,
પતંગ..
માંજા કેરી મેલી ઢીલ એને
મસ્ત બની મ્હાલે કેવી,
પતંગ..
દૂર ઘણી પણ મારાથી
મારે મનમીત,
પતંગ..
કયારેક હવા સંગ લહેરાતી
લાગે ગાતી સંગીત,
પતંગ..
જયાં લડાવે પેચ બીજા એના મિત્ર સંગ મારી,
પતંગ..
થોડી ખેંચ થોડી ઢીલ આપી ત્યા તો ગતિમાં,
પતંગ..
વાદળો મા લુપાતી છુપાતી
મારી વ્હાલી,
પતંગ..