*મોજમાં રહેવાનું*
.
મોજમાં રહેવાનું મોજમાં રહેવાનું,
હંમેશા ખુશી ની ખોજમાં રહેવાનું.
.
સતત વ્યસ્તતામાં થોડું ઘણું હસી લેવાનું,
છાનુમાનુ ખુણામા થોડું રડી પણ લેવાનું.
.
કામ પડતું મૂકી મન ભરી ફરી લેવાનું,
રખડતા રખડતા કામ થોડું કરી લેવાનું.
.
બાળપણના મિત્રો ને યાદ કરતા રહેવાનું,
બાળકો સાથે બાળપણ તાજું કરી લેવાનું.
તા.9/1/2020 © ભરત રબારી
વાર : ગુરૂવાર (માંગરોળ, જી.જુનાગઢ)