નિરાશાના અંધકારમાં ઓરતા આભ આંબવાના,
ધરબી દીધી છે બધી ઈચ્છાઓને ઋણ ચૂકવવા.
સઘળું જગત પાલવમાં ભરે છે શ્વાસો નું વજન,
અસમંજસ સ્વાહા અને સ્વાધા માં અંતિમ અવસર.
દુનિયાની રસ્મોથી ઢાંકે વ્યથાઓ અનાદિકાળથી,
હવે હું પણ લો આ મૂકી દઉં છું બધા હથિયારો.
કંડારી જીવન કેડી મૃગતૃષ્ણા પાછળ સમાઈ,
વાત્સલ્ય ઝરણું ઝંખું સાંગોપાંગ પાર ઉતારી.
સત્યતાની પ્રતીતિ આહલાદક સહજ અનુભૂતિ,
શું કરું? અમરત્વ લઈને, ભટકી મારગ સમર્પિત.
દિપ્તીબેન પટેલ.(શ્રીકૃપા)
વડોદરા.