શાશ્વત ક્ષણે વાંસળીના સૂરે ઝુમતી, સ્વપ્નશીલ નિંદ્રામાંથી જાગી,
નિશ્ચિતતા ભરી નિંદ્રામાં ત્રિભુવન સંગે તરબતર કસુંબી માંગી,
આઠે પ્રહર વસવાટ ભળી તારામાં, સુખ નિંદ્રામાં રંગોળી રંગી,
સરી જતી રાતને કાલની ચિંતામાં અનંત ઈચ્છાઓએ તંદ્રા ભાંગી.
દિપ્તીબેન પટેલ.(શ્રીકૃપા)
વડોદરા.