મેં ગુલાબને કહ્યું - તારામાં કાંટા ન હોત તો કેવું સર્વાંગ સુંદર હોત?
સાગરને કહ્યું -તારામાં ક્ષાર ન હોત તો કેવો સર્વાંગ સુંદર હોત?
કોયલને કહ્યું -તારો રંગ કાળો ન હોત તો તું કેવી સર્વાંગ સુંદર લાગત?
ચંદ્રને કહ્યું - તારામાં કલંક ન હોત તો કેવો સર્વાંગ સુંદર બનત?
સાબર ને કહ્યું - તારા શિંગડા વાંક સૂકા ન હોત તો કેવું સર્વાંગ સુંદર લાગત?
ત્યારે - સૌ એક સાથે જ બોલી ઉઠ્યા...... અરે ! માનવ તારામાં દોષ દ્રષ્ટિ ન હોત તો તું પણ કેવું સર્વાંગ સુંદર પ્રાણી હોત?
✍️હેત ✍️