સંતાન પ્રાપ્તિમા પીએચ.ડી છુ મિત્રો માટે આ આર્ટીકલ મુકુ છુ
THIS ATRICLE USE FUL TO INFERTILITY COUPLE
Vastu Shastra For Child
સંતાન પ્રાપ્તિ માટે પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે વાસ્તુશાસ્ત્ર
આજના યુગને આપણે કળિયુગ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ યુગ હોય, સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ કે કળિયુગ, દરેક દંપતી સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવે છે. શાસ્ત્રો અને ધર્મમાં કહ્યું છે કે જેના પર ભગવાન વિષ્ણુની કૃપા હોય તેના ઘરમાં સદા સુશીલ, જ્ઞાનવાન અને ધર્મપરાયણ પુત્રનો જન્મ થાય છે. લગ્ન પહેલા જન્માક્ષર મેળવવાની પ્રથા ખૂબ જ પ્રચલિત છે. લગ્ન પછી કોઈ તકલીફ ન થાય, સંતાન બાબતે જન્માક્ષર મેળવતી વખતે નાડીદોષ છે કે નહીં તે જોવામાં આવે છે. નાડીદોષ હોય તો સંતાન થવામાં વિલંબ થાય છે અથવા તો થતા જ નથી.
વાસ્તુશાસ્ત્ર મુજબ સંતાનપ્રાપ્તિ થઈ શકે છે. એ સમજવું અઘરું લાગશે પણ જેમ જન્માક્ષર મેળવાય છે તેમ બંનેના ઘર અને બેડરૂમની દિશા કેવી છે તે પણ જોવું જોઈએ. એવાં ઘણાં દંપતી છે જેને નાડીદોષ નથી, બધી રીતે સારું છે, પરંતુ સંતાન થતા નથી. અથવા ગર્ભાવસ્થા (પ્રેગનન્સી) રહેતી નથી. આપણે વાસ્તુનો આધાર લઈને તો આમાં સફળતા અચૂક મેળવી શકીએ છીએ.
આગળ વાંચો વાસ્તુ કંઈ રીતે અસર કરી શકે છે સંતાનપ્રાપ્તિમાં....
તંત્રવાસ્તુ મુજબ નૈઋર્ત્ય દિશામા બેડરૂમ રાખવો જોઈએ. જો આ દિશામં બેડરૂમ હોય તો દામ્પત્યજીવન મધુર રહે છે અને એકબીજા વચ્ચે ખૂબ જ આત્મીયતા રહે છે. આ દિશા સંતાનપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે.
-અગ્નિ ખૂણામાં બેડરૂમ હોય તો પ્રેગનન્સી રહેતી નથી. આ દિશામાં જો પતિ-પત્ની સાથે રહે તો બંને વચ્ચે નાની નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરે છે અને દામ્પત્યજીવન બગડે છે, તથા આ દિશા અગ્નિ તત્ત્વની હોવાથી પેટના પ્રોબ્લેમ, લીવર, ગર્ભાશયને લગતી તકલીફ થાય છે. જો આ દિશામાં બેડરૂમ હોય અને બદલાય તેવી શક્યતા ન હોય તો અગ્નિ ખૂણાના બેડરૂમના અગ્નિ ખૂણામાં પાણીની માટલી ભરીને રાખવી અને તે પાણીને રોજ બદલી નાખવું.
-વાયવ્ય દિશામાં બેડરૂમ હોય તો પલંગની દિશા બદલવી અને તમારું માથું દક્ષિણ દિશામાં રહે તે મુજબ રાખવું.
ઈશાન દિશા આ દિશાના બેડરૂમમાં નવાં પરણેલાં દંપતીઓએ રહેવું નહીં અને આ દિશામાં રાખેલ બેડરૂમ તંત્રવાસ્તુની વિરુદ્ધ હોવાથી અહીંયાં રાત્રે ઊંઘવાનું ટાળવું જોઈએ.
-તંત્રવાસ્તુ મુજબ સંતાનપ્રાપ્તિ થાય તે માટે પતિ-પત્નીએ દક્ષિણ, નૈઋર્ત્ય, પૂર્વ દિશાના બેડરૂમનો ઉપયોગ કરવો જોઈએ. હાલના સમયમાં ઘણા પ્રયોગ કરે છે, દવાઓ લે છે, બાધાઓ રાખે છે, પરંતુ અમુક સંશોધન પછી જાણવા મળ્યું છે કે આવાં દંપતીઓનો બેડરૂમ અગ્નિ ખૂણામાં હોય છે. બાળકપ્રાપ્તિ માટે અગ્નિનો બેડરૂમ છોડીને નૈઋર્ત્યના બેડરૂમમાં ઊંઘવાથી સફળતા જરૂર મેળવી શકાય છે.
-જન્મકુંડળીમાં પાંચમું સ્થાન સંતાનનું છે તથા પૂર્વ જન્મના કર્મનું પણ સ્થાન છે. બૃહદ પારાશર હોરાશાસ્ત્ર અનુસાર જો જન્મકુંડળીના પાંચમા સ્થાનનો માલિક ગ્રહ ૬, ૮, ૧૨મા હોય અથવા પંચમેશ અસ્ત રાશિમાં હોય, નિર્બળ હોય, પાંચમું સ્થાન પાપગ્રહથી ભરેલું હોય તો અવશ્ય સંતાનહિત થાય છે.
-જન્મકુંડળીની સાથે જો તંત્રવાસ્તુ પ્રમાણે બેડરૂમની દિશા બદલવામાં આવે તો ઈશ્વર તમારા પૂર્વ જન્મનાં કર્મોનો હિસાબ સંતાન દ્વારા આપી શકે છે. તંત્રવાસ્તુ પ્રમાણે મંત્ર કરવાથી પણ સંતાનપ્રાપ્તિ થાય છે.
ઓમ્ હ્રાં ર્હ્રીં હ્રં પુત્રં કુરુ કુરુ સ્વાહા.
હવે, સંતાનવિહીન દંપતીએ સમાજનાં મહેણાં-ટોણાં સહન કરવાની જરૂર નથી. તંત્રવાસ્તુ પ્રમાણે થોડા ફેરફાર કરવાથી અને ઉપર બતાવેલ મંત્રની રોજ અગિયાર માળા કરવાથી અને વિષ્ણુજીનાં દર્શન કરવાથી ઈશ્વર જરૂર સંતાન આપે છે.