પૈસા કમાવવા+શુભફળ મેળવવા, કરો પીપળાના 11 પાનનો પ્રાચીન ટોટકો
શાસ્ત્રો મુજબ હનુમાનજી સૌથી જલ્દી ખુશ થનારા દેવતાઓમાંથી એક છે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચાયેલા શ્રીરામચરિત માનસ મુજબ માતા સીતા દ્વારા પવનપુત્ર હનુમાનને અમર થવાનું વરદાન આપવામાં આવ્યું હતું. આ જ વરદાનના પ્રભાવને કારણે પવનપુત્ર અષ્ટચિરંજીવીમાં સામેલ છે. કળયુગમાં હનુમાનજી ભક્તોની દરેક ઈચ્છાને તરત પુરી કરે છે. બજરંગબલીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવે છે. આ ઉપાય પીપળાના 11 પાનથી કરવામાં આવે છે. આ ઉપાયને જો વિધિવત્ત કરવામાં આવે તો ભક્તને જલ્દી જ હકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે.
જો કોઇ વ્યક્તિ પૈસાની તંગીનો સામનો કરી રહ્યો છે તો તેણે દરરોજ મંગળવાર અને શનિવારે પીપળાના 11 પાનનો આ ઉપાય કરવો જોઇએ. એવી માન્યતા છે કે, આ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા મળે છે અને ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
શ્રીરામના ભક્ત હનુમાનજીની કૃપા પ્રાપ્ત થતા જ ભક્તોના બધા દુઃખ દૂર થઈ જાય છે. રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે. અનેક રોગો હોય તો તે પણ નષ્ટ થઈ જાય છે. તેની સાથે જ જો વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો પવનપુત્રની પૂજાથી તે પણ દૂર થઈ જાય છે. હનુમાનજીની પૂજામાં પવિત્રતાનું પૂરું ધ્યાન રાખવું જોઈએ.
આ છે ઉપાયની વિધિઃ-
અઠવાડિયાના દર મંગળવારે અને શનિવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠો, ત્યારબાદ નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને કોઈ પીપળાના ઝાડના 11 પાન તોડી લો. ધ્યાન રાખવું કે પાન આખા હોવા જોઈએ. ક્યાયથી પણ તૂટેલા કે ખંડિત ન હોવા જોઈએ. આ 11 પાન ઉપર સ્વચ્છ જળમાં કંકુ કે અષ્ટગંધ કે ચંદન મેળવીને શ્રીરામનું નામ લખો. નામ લખતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરો.
જ્યારે બધા પાન ઉપર શ્રીરામનું નામ લખાઈ જાય ત્યારબાદ રામ નામ લખેલ આ પાનની એક માળા બનાવો. આ માળાને કોઈપણ હનુમાનજીના મંદિરમાં જઈને ત્યાં બજરંગબલીને અર્પિત કરો. આ પ્રકારે ઉપાય કરતા રહો. થોડા જ સમયમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.
ધ્યાન રાખવું કે ઉપાય કરનાર ભક્ત કોઈપણ પ્રકારે અધાર્મિક કામ ન કરે. નહીંતર આ ઉપાયનો પ્રભાવ નિષ્ફળ થઈ જશે. ઉચિત લાભ પ્રાપ્ત નહીં થાય. સાથે જ પોતાના કામ અને કર્તવ્યની પ્રત્યે પણ ઈમાનદાર રહેવું.
નારિયળનો ઉપાયઃ-
કોઈ પણ હનુમાન મંદિરમાં જાઓ અને પોતાની સાથે નારિયળ લઈ જાઓ. મંદિરમાં નારિયળને પોતાના માથા ઉપર સાત વાર ફેરવી લો. ત્યારબાદ આ નારિયળ હનુમાનજીની સામે ફોડી દો. આ ઉપાયથી તમારી બધી બધાઓ દૂર થઈ જશે.
-શનિવારે હનુમાનજીના મંદિરમાં 1 નારિયળ ઉપર સ્વસ્તિક બનાવો અને હનુમાનજીને અર્પિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો.
હનુમાનજીને સિંદૂરનો ચોલા ચાઢાવોઃ-
હનુમાનજીને સિંદૂર અને તેલ અર્પિત કરો. જે પ્રકારે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિ કે સ્વામીની લાંબી ઉંમર માટે માંગમાં સિંદૂર લગાવે છે, એ જ રીતે હનુમાનજી પણ પોતાના સ્વામી માટે આખા શરીર ઉપર સિંદૂર લગાવે છે. જે પણ વ્યક્તિ શનિવારે હનુમાનજીને સિંદૂર અર્પિત કરે છે તેમની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે.
પોતાની શ્રદ્ધા અનુસાર કોઈ હનુમાન મંદિરમાં બજરંગ બલીની મૂર્તિને ચોલા ચઢાવો. એમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે.
ચોમુખી દીવાનો ઉપાયઃ-
હનુમાનજીની સામે શનિવારની રાતે ચોમુખી દીવો પ્રગટાવો. આ એક ખૂબ જ નાનકડો પરંતુ ચમત્કારી ઉપાય છે. એમ નિયમિત રીતે કરવાથી તમારા ઘર-પરિવારની બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે.
પીપળાની નીચે કરો આ ઉપાયઃ-
કોઈ પીપળાના ઝાડને જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો. ત્યારબાદ પીપળાની નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.