માતા લક્ષ્મીને મનાવવા કરો આ 10માંથી કોઈ એક ચમત્કારીક મંત્ર જાપ, સો ટકા ધનનો વરસાદ થશે
આજના સમયમાં ધનની આવશ્યકતા ન હોય તેવી કોઈ વ્યક્તિ દુનિયામાં હશે નહીં. ધન પ્રાપ્તિ માટે લોકો માતા લક્ષ્મીની પૂજા-અર્ચના પણ કરતાં હોય છે. પરંતુ આજ સુધી તમે નહીં જાણ્યું હોય કે લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવા માટેનો એક સરળ ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવાયો છે. આ ઉપાય છે કેટલાક ‘નમસ્કાર મંત્ર’. આ મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ નિયમિત કરવાથી ધનલાભ અવશ્ય થાય છે.
માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ સરળ મંત્રનો નિયમપૂર્વક જાપ કરવો જરૂરી છે. આ 10માંથી કોઈપણ એક મંત્રનો જાપ સવારે, બપોરે અને રાત્રે સૂતી વખતે 108 વખત કરવો. માતા લક્ષ્મીની કૃપાની અવશ્ય પ્રાપ્ત થશે.
લક્ષ્મી મંત્ર
ॐ ધનાય નમ:
ॐ ધનાય નમો નમ:
ॐ લક્ષ્મી નમ:
ॐ લક્ષ્મી નમો નમ:
ॐ લક્ષ્મી નારાયણ નમ:
ॐ લક્ષ્મી નારાયણ નમો નમ:
ॐ નારાયણ નમ:
ॐ પ્રાપ્તાય નમ:
ॐ પ્રાપ્તાય નમો નમ:
ॐ લક્ષ્મી નારાયણ
ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. ધનની પ્રાપ્તિ માટે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.
માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો. દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે. માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.
જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે.