સ્ત્રી.....
એ જયારે મેનુ માંથી આઇટમ પસંદ કરવામાં સમય લેતી હોય ત્યારે એને જેટલો સમય લેવો હોય એટલો લેવા દો...
રાંધતી વખતે દરરોજ એ જ તો કેટલોય સમય લઈને નક્કી કરે છે કે શું બનાવવું, કોના માટે ને કેટલું બનાવવું....
એ જયારે બહાર જતી વખતે તૈયાર થવામાં સમય લેતી હોય ત્યારે એને જેટલો સમય લેવો હોય એટલો લેવા દો...
એ જ તો તમારા ઈસ્ત્રીબંધ કપડાં ને ગોઠવવામાં પુષ્કળ સમય ખર્ચે છે...ને એટલે જ તો તમારા મોજાં ક્યાં છે એની તમારા કરતાં એને વધારે ખબર હોય છે....
તમારૂ સંતાન સૌથી સરસ દેખાતું બાળક લાગે એ માટે ય , એ જ પોતાનો સમય- શક્તિ ખર્ચે છે.....
એ જયારે ટીવી પર એક પછી એક સિરિયલ જોયા કરતી હોય ત્યારે એને જેટલું ટીવી જોવું હોય એટલું જોવા દો.....
એ ફક્ત ઉભડક મને ટીવી જુએ છે, એનું મગજ તો એ જ ધ્યાન રાખતું હોય છે કે કેટલા વાગ્યા.
જેવો રસોઈ નો સમય થયો કે એ રસોડા તરફ ભાગશે....
સવારે નાસ્તો પીરસતી વખતે એ મોડું કરે તો એને કરવા દો.
જરા વધારે બળી ગયેલી રોટલી એણે પોતાના માટે રાખી લીધી છે અને તમારા માટે નવી સારી રોટલી બનાવવામાં મોડું થઇ રહ્યું છે....
ચા પીધા પછી એ બારીની બહાર શૂન્યવત જોયા કરતી હોય તો એને એમ કરવા દો...
એણે પોતાની જિંદગીના હજારો કલાકો તમને આપ્યા છે, ખુદના માટે એને થોડીક પળો ભોગવવા દો.... .
એ જિંદગીમાં ભાગદોડ કરતી રહી છે,
જ્યાં જ્યાં જરૂર પડે,
જ્યારે જ્યારે જરૂર પડે,
ત્યારે પોતાનો સમય આપતી રહી છે.....
એ પોતે જેટલી ભાગદોડ કરી રહી છે એનાથી વધુ ભાગદોડ એને ના કરાવો...