મહેસાણાના કોઇ એક ગામમાં એક હિરલ નામની છોકરી રહેતી હતી છોકરી સારી દેખાવડી ને સદગુણો ધરાવતી હતી એક દિવસ તેની એક છોકરા સાથે સગાઇ થઈ હતી બસ ઘરમાં બે કે ત્રણ મહીના પછી તેમના લગ્ન લેવાના જ હતા તેથી ઘરમાં એક ખુશીનો માહોલ પણ હતો પરંતું વિધાતાએ તેના માટે કંઇક અલગ જ લેખ લખેલા હશે..!
એક દિવસ આ છોકરી પોતાના ઘરમાં કપડાથી પોતુ કરીને તે પાણી વાળું પોતું સુકવવા માટે ઘરની બારીમાંથી જેવો પોતાનો હાથ બહાર કાઢેછે તે જ સમયે ઘરની ઉપર પસાર થતા વિજળીના તારમાંનો એક તાર કપાઈને સીધો નીચે પડયો જેવો તે નીચે પડયો તે સીધો જ આ હિરલના હાથ ઉપર જ પડયો તેથી તેનો કરંટ તેના આખા શરીરમાં પ્રસરી ગયો પછી તાત્કાલીક પેલો પડેલ તાર લોકોએ હટાવીને નજીકની હોસ્પીટલમાં તેને દાખલ કરવામાં આવી પરંતું કરંટ ભારે હાઇ વોલ્ટેજ હોવાથી તેના હાથ પગ ઉપર ઘણી જ અસર થઇ આથી હોસ્પીટલના દાકતરે તેનુ શરીર બચાવવા માટે આશરે ચારથી પાંચ વખત પ્લાસ્ટીક સર્જરી કરી આ માટે તેનો એક હાથ ને એક પગ પણ કાપી નાખવામાં આવ્યો આથી તેને સારવાર માટે હોસ્પીટલમાં ઘણા સમય સુધી રહેવું પડયું સાથે સાથે તેનો મંગેતર પણ અવારનવાર તેની ખબર લેવા માટે આવતો હતો ને તેની પણ એક જીદ હતી કે લગ્ન કરીશ તો આ મારી હિરલ સાથે જ ને તે ગમે તેવી તેના શરીરે હોય પણ તેને હું જરુર અપનાવીશ ને હુ મારી આખી જિંદગી તેની સેવા કરીશ પણ લગ્ન તો આ મારી હિરલ સાથે જ કરીશ પરંતું કુદરતને આ પણ કદાચ મંજુર નહી હોય ને એક દિવસ ઘણાજ સમયથી સારવાર માટે દાખલ થયેલ હિરલે આ દુનીયાને અલવીદા કરીને સદાયને માટે પોતાની આંખો બંધ કરી દીધી
આ હિરલને શીખંડ ને મેગી ખુબજ ભાવતી હતી માટે જયારે તેનુ બારમું કરવામાં આવ્યુ ત્યારે તેને આ બંન્ને ભાવતી ચીજો પણ તેના ફોટાની આગળ મુકવામાં આવી હતી...
ટુકમાં, ઇશ્વર આગળ આપણા કોઇનું ચાલતું નથી ને માણસની ઇચ્છા પ્રમાણે પણ ક્યારેય થતું નથી જે તે લખે છે તેજ થઈ ને રહેછે.
એક શ્રધ્ધાંજલી સાથે..
(આ એક સમાચાર છે)