હર પળ મા શોધ્યો તને,
પલ પલ મા મળ્યો તૂ.
કણ કણ મા શોધ્યો તને,
શણ શણ મા મળ્યો તૂ.
બહાર ની દુનિયામાં શોધું તને,
મળ્યો મને મારી દુનિયા માં તૂ.
સુખ મા શોધ્યો તને,
દુ:ખ માં સાથે મળ્યો તૂ.
મંદિર માહી શોધ્યો તને,
હૃદય મહી મળ્યો તૂ.
વિચાર્યું નહી મળે જગમાં તૂ કયાં?
હરેક જગ્યાએ તને ભાળ્યો.