હાલ,
એકવાર ફરી મળીએ,,
અજનબી બની..
એજ રાહ, એજ મુલાકાત,
ફરી એજ રજૂઆત
કરીએ..
તૂ મને ઓળખી બતાવજે,,
હું તને..
તૂ કોણ? તૂ કોણ?
એવા સવાલ ફરી કરીએ!!
એજ રાહમાં ફરી ટકરાયે,
હું તારી સામું ગુસ્સાથી જોઈશ,
તૂ મલક મલક મલકાજે..
એકવાર ફરી અજનબી થઈ,
ફરી એક નવી ઓળખાણ બનાવીએ..
હાલ,,ફરી એજ રાહ પર, એકબીજાની રાહ ફરી જોઈએ..