તમારી બધી ધારણાથી અલગ છું,
મને ધારશો ના બધાથી અલગ છું.
જુદી માટી છે ને જુદા કાયદા છે,
ચીલા ચાલુ તારી સજાથી અલગ છું.
તું ભાષણ કરે ને હું બસ તાળી પાડું,
હું આ એક તરફી સભાથી અલગ છું.
હું શંકર સ્વરૂપે પડ્યો છું કિનારે,
પગે ખૂંચતા કાંકરાથી અલગ છું.
પીધા બાદ હું ભાનમાં આવું છું દોસ્ત,
નશાની દયામય દશાથી અલગ છું.
લીલાની કે ભગવાની વાતો જવાદો,
તમારા ધરમની ધજાથી અલગ છું.
મેં ખારાશ સાગરની દિલમાં ભરી છે,
ઉછળતી નદીની મજાથી અલગ છું.
રાકેશ સગર,સાગર