સૂર્ય રેખા: આ રેખા જણાવશે જીવનમાં તમને માન-સન્માન અને ધન મળશે કે નહીં
હાથની બનાવટ અને હથેળીમાં રહેલી રેખાઓના આધારે વ્યક્તિ વિશેની મહત્વપૂર્ણ જાણકારી જાણી શકાય છે. હસ્તરેખા સૂર્ય રેખા દ્વારા વ્યક્તિની જીવનની ઘણી બાબતોને જાણી શકાય છે. સૂર્ય રેખા વ્યક્તિના માન-સન્માન અને પૈસા સાથે જોડાયેલી રેખા છે.જો કોઈ વ્યક્તિના હાથમાં સૂર્ય રેખા સ્પષ્ટ અને કોઈ જગ્યાએથી તૂટેલી ન હોય તો તે જીવનભર ખૂબ ધન કમાય છે.
સૂર્ય રેખાનો શુભ અને અશુભ પ્રભાવ
>> હથેળીમાં સૂર્ય રેખા હોવાને શુભ માનવમાં આવે છે. વ્યક્તિના હાથમાં આ રેખા દોષ રહિત હોય તો તે જીવનમાં ખૂબ જ માન-સન્માન અને પૈસા કમાય છે.
>> જેમની હથેળીમાં સૂર્ય રેખા હોતી નથી તેઓને સમાજમાં ભારે મુશ્કેલીથી માન-સન્માન મળે છે. તેઓના જીવનમાં આર્થિક તંગી પણ રહે છે.
>> સૂર્ય રેખા વધુ લાંબી હોય તે સુખી જીવન તરફ ઈશારો કરે છે.
>> સૂર્ય રેખા ઉપર સ્વસ્તિકનું નિશાન હોવાને શુભ માનવામાં આવે છે. આવી વ્યક્તિના જીવનમાં સુખોની કોઈ કમી રહેતી નથી.
>> સૂર્ય રેખા લાંબી હોય, પરંતુ તેના ઉપર ગોળ ચિહ્ન હોય તો તેને અશુભ માનવમાં આવે છે.
>> સૂર્ય રેખાને કોઈ રેખા ક્રોસ કરતી હોય તો વ્યક્તિને સન્માન અને પૈસાની હંમેશા રાહ જ જોવી પડે છે.
>> સૂર્ય રેખા ભાગ્ય રેખાથી અનામિકા તરફ જતી હોય તો તે વ્યક્તિને નામના અપાવે છે.
>> હથેળીમાં બે સમાંતર સૂર્ય રેખા હોય તો તેને શુભ માનવામાં આવે છે. તેનાથી જાતક ધન, માન-સન્માન પ્રાપ્ત કરે છે.
>> સૂર્ય પર્વત પરથી સૂર્ય રેખાની એક શાખા મધ્યમાં આંગળી તરફ જતી હોય અને બીજી શાખા કનિષ્ઠાકા તરફ જતી હોય તો તે વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે. આવા વ્યક્તિઓ સારા વક્તા હોય છે.
>> જે લોકોના હાથમાં સૂર્ય રેખા નથી હોતી તેઓએ સફળતા માટે પરિશ્રમ કરવો પડે છે. અન્ય રેખાઓના આધારે તેઓનું ભાગ્ય જોવામાં આવે છે.