Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Miraculous Sinhasan Of Raja Vikramaditya Is Under Ground Here Know The Story

અહીં જમીનની નીચે દટાયેલું છે પ્રાચીન ચમત્કારી સિંહાસન, આ કારણથી છે પ્રખ્યાત

મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. અહી કેટલકા પૌરાણિક સ્થળ એવા છે જેની સાથે કેટલીક માન્યતાઓ જોડાયેલી છે. મહાકાલેશ્વર મંદિરની પાછળ આવેલું વિક્રમ ટેકરી એવી જ જગ્યા છે. માન્યતા છે કે આ તે સ્થાન છે જ્યાં રાજા વિક્રમાદિત્યનું સિંહાસન જમીનની નીચે દબાયેલું છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ શું ખાસ છે તે સિંહાસનમાં અને કોણ હતાં રાજા વિક્રમાદિત્ય.

રાજા વિક્રમાદિત્ય

માન્યતાઓ મુજબ રાજા વિક્રમાદિત્ય પ્રાચીન ઉજ્જયિનીના રાજા હતાં, જે પોતાના જ્ઞાન, વીરતા અને ઉદારતાના કારણે પ્રખ્યાત હતાં. માતા હરસિદ્ધિ વિક્રમાદિત્યની કુળદેવી હતાં. કથા મુજબ માતાને પ્રસન્ન કરવા માટે વિક્રમાદિત્યએ પોતાનું માથું કાપીને માતાને અર્પિત કરી દીધું હતું, માતાએ પ્રસન્ન થઈને તેમનું માથું ફરીથી લગાવી દીધું હતું.

કહેવાય છે કે રાજા વિક્રમાદિત્ય જે સિંહાસન ઉપર બેસતાં હતાં તે બહુ જ ખાસ હતું, તેની ઉપર 32 મૂર્તિઓ બનેલી હતી આ જ કારણથી તેને સિંહાસન બત્રીસી પણ કહેવાય છે.

સિંહાસનની ખાસિયત

સંસ્કૃતમાં લખેલા સિંહાસન દ્વાત્રિંશિકા ગ્રંથ મુજબ આ સિંહાસન ઉપર બેસીને અભણ વ્યક્તિ પણ વિદ્વાન બની જતો હતો, તેનામાં સારા-ખરાબની સમજ આવી જતી હતી. આ સિંહાસન ઉપર બેસીને સાધારણ વ્યક્તિ પણ ન્યાયાધીશ બની જતો હતો, તેની ઉપર બેસનાર વ્યક્તિ હંમેશાં સાચો ન્યાય કરતો હતો. 1990ના દાયકામાં સિંહાસન બત્રીસી ઉપર આધારિત એક ટીવી ધારાવાહિક ખૂબ જ પ્રખ્યાત થઈ હતી.

હાલમાં પ્રસાશને અહીંનું જીર્ણોદ્ધાર કરાવ્યું છે અને રાજા વિક્રમાદિત્યની સાથે તેમના નવરત્નની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309965
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now