સમય કેટલો બધો બદલાઇ ગયો છે!
આજે દરેકની રોડ ઉપર અવરજવર હોયછે, માણસોની ભીડની સાથે સાથે નાના મોટા વ્હીકલોની પણ ભાગમભાગ! માણસો કયાંથી આવેછે ને કયાં જાયછે તે પોતાને જ ભાન હોતુ નથી!
જયાં જયા નજર કરો ત્યા ત્યા કીડીઓની જેમ
માણસોની અવર જવર હોયછે! આગળ જુઓ ને પાછળ જુઓ આટલુ જોતા પણ કયાં ને કયાં આપણે ભુલ
કરી બેસીએ છીએ ચાહે તે આપણી ભુલ હોય કે સામાવાળાની! કોણે કહીશું કે આમ કેમ થયું! આજની જીંદગીનો કોઇ જ ભરોસો નથી જીવ છે તો જીંદગી છે પણ કયારેક
જીવ આપણો કેમનો ચાલ્યો જાયછે તે આપણને જખબર પડતી નથી!
હમણાં થોડાક દિવસ ઉપર એક બેન પોતાનું એકટીવા લઇને તેમના નાના બાળકને સ્કુલેથી લેવા ગયા હતા રોજ સવારે તેને મુકવા જાય ને બપોર તેને લેવા જાય જે તેમનો રોજબરોજનો કાય્રકમ હતો જે દરેક બાળકની માતાઓ આમ કરતી હોયછે કે જેઓ સ્કુલવાનનો ઉપયોગ નથી કરતી કારણકે પોતાનુ જ સાધન હોયછે તેમજ બાળકની સ્કુલ પણ કદાચ નજીક હોતી હોયછે તો આ બેન એક દિવસ બપોરના સમયે પોતાના નાના બાળકને એકટીવા ઉપર બેસાડીને સ્કુલેથી રોડ ઉપર ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમની સામેથી આવેલ એક બુલડોઝરે તેમના એકટીવા ને જરાક ટકકર મારી તેથી આ બેન એકટીવા સાથે રોડ ઉપરથી બાળક સાથે નીચે પડયા તેતો બચી ગયા પણ તેમનુ નાનુ બાળક પેલા બુલડોઝરના તોતીંગ વ્હીલ નીચે આવી ગયું! શરીર તો તેનું સલામત રહ્યુ પણ તેનુ નાનું માથુ પેલા તોતીંગ વ્હીલ નીચે આવી જવાથી પેલા બેનની સામે જ તેમના નાના બાળકનો ત્યાં ને ત્યાં જ જીવ ચાલ્યો ગયો! આ જોઇને મા કલ્પાંત કરવા લાગી કે અરેરે આ શુ થઈ ગયુ મારા નાના બાળકને! કોઇ તો જુઓ! મારુ બાળક મરી ગયુ! અરે ભગવાન આ તે શું કયું!
તો આવી છે આજની સૈની ભાગદોડ..!
કોણ આજે છે! તો કોણ કાલે નથી!
આ જીંદગીનો કોઇ જ ભરોસો નથી.