શબ્દ બની તું સ્પર્શે મને , ત્યારે શબ્દો મારા સાથી છે!
શબ્દો મારા સાથી છે, કહું આજે હોઠોથી મૌન તોડીને...
અબુધ મતિ મારી ના જાણે , શબ્દો પર સામ્રાજય કેવું છે!
વાંચી વાંચીને શબ્દો લખું, કહું આજે હોઠોથી મૌન તોડીને...
ખબર નહીં આ મનની ગહેરાઈને શબ્દો કેવા અસર કરે છે!
ના જાણું રદિફ કાફિયા, કહું આજે હોઠોથી મૌન તોડીને....
અમસ્તાં જ નથી સ્પર્શતા શબ્દો કોઈનાં મનને સાચું છે!
ઋણ હશે જાણી લખું હું, કહું આજે હોઠોથી મૌન તોડીને...
ના લખવું તોય લખ્યા કરે દર્શ, શબ્દો કેવા ભારી છે!
શબ્દો મારા સાથી બન્યા, કહું આજે હોઠોથી મૌન તોડીને...
દર્શના