Load Hanumanji Long Living Loard
શું તમે જાણો છે, કળયુગમાં ક્યાં રહે છે સંકટમોચન હનુમાનજી ?
રુદ્ર અવતાર હનુમાન બળ, પરાક્રમ, ઊર્જા, બુદ્ધિ, સેવા, ભક્તિના આદર્શ મૂર્તિ માનવામાં આવે છે. આ કારણે જ શાસ્ત્રોમાં શ્રીહનુમાનને સકલગુણનિધાન પણ કહેવામાં આવે છે. શ્રીહનુમાનને ચિરંજીવી સરળ શબ્દોમાં કહીએ તો અમર માનવામાં આવ્યા છે. હનુમાન ઉપાસનાના મહાપાઠ શ્રીહનુમાન ચાલીસામાં ગોસ્વામી તુલસીદાસે પણ લખ્યું છે કે,
चारो जुग परताप तुम्हारा है परसिद्ध जगत उजियारा।
આ ચોપાઈમાં સ્પષ્ટ સંકેત છે કે શ્રીહનુમાન એવા દેવતા છે જે દરેક યુગમાં કોઈને કોઈ રૂપ, શક્તિ અને ગુણોની સાથે દુનિયા માટે સંકટમોચક બનીને હાજર રહે છે. શ્રીહનુમાન સાથે જોડાયેલી આ જ વિલક્ષણ અને અદભૂત વાત તેમની પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા ગાઢ બનાવે છે. એટલા માટે જ જાણીએ કે શ્રીહનુમાન કયા યુગમાં કંઈ રીતે દુનિયા માટે શોકનાશક બન્યા. અહીં જાણો શ્રીહનુમાન કયા યુગમાં કઈ રીતે જગત માટે સંકટમોચક બન્યા અને ખાસ કરીને કળયુગ અર્થાત્ આ યુગમાં હનુમાન ક્યાં વસે છે....
આગળ વાંચો કયા યુગમાં હનુમાન કયા અવતારમાં રહે છે....
સતયુગઃ-
શ્રીહનુમાન રુદ્ર અવતાર માનવામાં આવે છે. શિવનું દુઃખો દૂર કરનાર રૂપ રૌદ્ર છે. એ રીતે કહી શકાય કે સતયુગમાં હનુમાનનું શિવરૂપ જ દુનિયા માટે કલ્યાણકારી અને સંકટનાશક રહ્યું.
ત્રેતાયુગઃ-
આ યુગમાં શ્રીહનુમાનને ભક્તિ, સેવા અને સમર્પણના આદર્શ માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે વિષ્ણુ અવતાર શ્રીરામ અને રૌદ્ર અવતાર શ્રીહનુમાન અર્થાત્ પાલન અને સંહાર શક્તિઓના મિલનથી દુનિયાની ખરાબ અને દુષ્ટ શક્તિઓનો અંત થયો.
આગળ વાંચો કળયુગમાં ક્યાં છે હનુમાનજી.....
દ્વાપરયુગઃ-
આ યુગમાં શ્રીહનુમાન નર અને નારાયણ રૂપ ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનની સાથે ધર્મયુદ્ધમાં રથની ધ્વજામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રતીકાત્મકરૂપમાં સંકેત છે, શ્રીકૃષ્ણ આ યુગમાં પણ ધર્મની રક્ષા માટે હાજર રહ્યા.
કળયુગઃ-
હિન્દુધર્મશાસ્ત્ર શ્રીમદભાગવદ પ્રમાણે કળયુગમાં શ્રીહનુમાનનું નિવાસ ગંધમાનદન પર્વત ઉપર છે. એટલુ જ નહીં એવું માનવામાં આવે છે કે, કળયુગમાં શ્રીહનુમાન જ્યાં-જ્યાં પોતાના ઇષ્ટ શ્રીરામનું ધ્યાન અને સ્મરણ થાય છે. ત્યાં અદ્રશ્યરૂપમાં ઉપસ્થિત રહે છે. શાસ્ત્રોમાં તેમના ગુણની સ્તુતિમાં લખવામાં આવ્યું છે કે...
यत्र-यत्र रघुनाथकीर्तनं तत्र-तत्र कृत मस्तकांजलिं।
આ પ્રકારે શ્રીહનુમાન દરેક યુગમાં અલગ-અલગ રૂપ અને શક્તિઓની સાથે સંકટમોચક દેવતાના રૂપમાં જગતમાં વિપત્તિઓમાંથી બહાર લાવે છે.