પતિ પત્ની એક માળાના બે મણકા છે, માળા એટલે કે પરિવાર..
જો બંનેનો સંપ ને સહકાર મક્કમ ને અતુટ હોય તો પરિવાર સ્વર્ગ સમાન બની જાયછે જાણે ઘરમાં ચોફેર શાન્તિ જ નજરે ચઢેછે પણ જો આ બંનેમાં સંપ ને સહકાર જ ના હોય તો ઘર એક નર્ક કરતાં પણ ખરાબ લાગેછે પણ એવુ નથી કે દરેક ઘરમાં પતિ ને પત્ની વચ્ચે અતુટ પ્રેમ ભાવ હોયછે! ઘણાં એવા ઘરો પણ છે કે પતિ ને પત્નીને જરાય બનતું ના હોય! ના જોડે બેસે, ના જોડે ફરવા જાય, ના બોલવાનું બનતું હોય! માત્ર તેઓ નામના જ પતિ પત્ની હોયછે એક સમાજની રીતે, ઘરમાં તો બંનેને સહેજે બનતું ના હોય! રોજ એકબીજા સાથે ઝગડા ચાલતા હોયછે ને વળી ઘરમાં સાથે નાના મોટા બાળકો પણ હોયછે તેઓ પણ આવા રોજ બરોજના ઝગડા જોઇ ને સાંભળી ને તંગ આવી જતા હોયછે છતાંય માબાપ જરાય સમજવા તૈયાર હોતા નથી કે આવા નાના મોટા ઝગડા બાળકો સામે ના કરાય! આથી આમ જોઇને આવા બાળકો ઉપર અવડી ને ખરાબ અસર તેમના મગજ ઉપર પડતી હોયછે અને જે બાળક ઘરમાં સૈથી મોટુ હોય તે તો બિલકુલ સહન
કરી શકે તેમ હોતુ નથી આથી તે પછી કંટાળી ને કંઇક અવડું પગલુ ભરી દે છે તે પહેલા તેના માબાપને ઘણુ જ સમજાવવાની કોશિશ કરેછે કે મમ્મી આમ ના બોલ કે પપ્પા બસ હવે રહેવા દો પરંતું બંનેમાંથી કોઇ મોટા બાળકનું સાંભળવા તૈયાર હોતા નથી છેવટે તે પોતાના માબાપથી કંટાળીને આપઘાત તરફ ડગ માંડે છે!
બસ આવી જ એક ઘટના રાજકોટ બાજુ બનવા પામી છે એક કોળી સમાજના પરિવારમાં, આ ઘરમાં પતિ પત્નીને રોજબરોજ
ઝગડા થતા હતા, એક દિવસ પણ સારો જાય નહી! પતિ પત્ની ને સંતાનમાં ત્રણ બાળક હતા સૈથી મોટી છોકરી ને બીજા બે, એક છોકરો ને એક છોકરી સૈથી મોટી છોકરી જરાક મોટી ને સમજણી પરંતું આવા ઝગડા તેના ઘરમાં રોજ થતા જોઇને બિચારી બીલકુલ કંટાળી ગઇ હતી રોજ તેના માબાપને સમજાવતી કે બસ મમ્મી તુ ઝગડા ના કરીશ કે બસ પપ્પા તમે પણ ચુપ રહો પણ બિચારીનુ બંનેમાંથી કોઇ સાંભળતું ના હતું તેથી એક દિવસ તેને મનમાં લાગી આવ્યુ કે મારે જ આ ઘરમાં રહેવુ નથી આના કરતાં મરી જવુ એજ મારા માટે સારુ રહેશે આથી એક દિવસ ઝેરની બોટલ ગટગટાવી દીધી ત્યારબાદ પછી તેને તાત્કાલીક હોસ્પિટલમાં લઇ ગયા તો ઝેર તેના શરીરમાં વધુ પ્રસરી જવાથી તેને ડોકટરે મૃત જાહેર કરી!
આવી છે ઝગડાખોર પરિવારની કહાણી..દરેક ઘરમાં ઝગડા થાય પણ તેને કોઇ મોટુ રુપ આપી ના દેવાય ને ખાસ તો બાળકો સામે કદી ઝગડા ના થાય તે પરિવારે ખાસ ધ્યાન આપવુ જોઇએ.
(ફોટો કાલ્પનિક છે)