તમને ટહૂકાના સમ સજન કંઇક તો બોલો ,
તમને લટકાના સમ સજન અમ સંગ ડોલો .
ફૂલોથી લદાયેલી ડાળોય જુઓ કેવી ઝૂકી છે ,
ને પેલા ભમરાએ પણ એને વહાલથી ચુમી છે .
તમને ડાળખીના સમ સજન દિલ તો ખોલો ,
તમને ટહુકાના સમ સજન કંઇક તો બોલો .
આજ તો મોરલાય બધા થનઘાટ કરે છે ,
ને ઢેલડીય શરમાઇને કેવું ગાલમાં હસે છે ,
તમને ઢેલડીના સમ સજન થનગનાટ નાચો ,
તમને ટહુકાના સમ સજન કંઇક તો બોલો .
આજ વાદળીઓ કેવી દોડે છે 'જશ' આભમાં ,
ઘડી ઘડી એ તો સુરજને સંતાડે એના પાલવમાં ,
તમને વાદળીના સમ સજન અમ સંગ ચાલો ,
તમને ટહુકાના સમ સજન કંઇક તો બોલો .
જશુભાઈ પટેલ “જશ” અડાલજ