બાઈકે સાયકલને પૂછ્યું પૈડા ક્યાં હાલ્યા ?
સાયકલે કહ્યું કે વતન ભણી હાલ્યા...
ગાડી એ કહ્યું કે તને નીકળવા જ નહીં દઈએ તો સાયકલ બોલી રોકીતો જુઓ તમે !
રસ્તાએ કહ્યું અલી મારી કાચી વાટ પર શાને જાય, મારી આ પાકી વાટ તને ના હદી કે ! ક્યાંથી હેરાન તું થઈ ?
ના તને ક્યાંય નહીં જ જાવા દઉં એમ કરતા લાલ લીલી આંખ્યુ કરી સિગ્નલે કહ્યું,
બમ્પ બોલ્યા કે હું તને આડો નડીશ
તયેં સાયકલ બોલી કે ચલ તને પણ ઠેકશું,
શેરી કહે : અરરર,
તો સાયકલ કહે ચલ ફટ્... તારા જેવી હત્તર ગલી વતને મારા ફેંદશું
પૈડા બોલ્યા કે હાલની હવી સાયકલ તું બોલવાનું બંધ કર હવે,
અમે તને નહીં રાખીએ ક્યાંય ઊભી
બાઈકે સાયકલને પૂછ્યું કે : ક્યાં હાલ્યા તમે ફરવા ?
સાયકલે કહ્યું કે મારે ગામડે.....
- સંકેત વ્યાસ (ઈશારો)