ખર્યું પાન..🌱
આવ્યું જ્ઞાન...
તેથી ગૌતમ બન્યા
*બુધ્ધ*
ખર્યું પાન વૃક્ષ પરથી
મન મુંઝાયુ વૃક્ષ નું
અંગ થયું વિખૂટું દેહથી,
જાણે જીવન કપાયાનું
વૃક્ષ રડી ઉઠ્યું દિલથી,
શાને આ ક્રમ ઘડ્યો ?
પ્રભુના ઘડેલ નિયમ
સમય સમયે માનવીએ
અંગ થી દિલથી મનથી
આમજ પડવું રહ્યું
ખરવું ને વિખૂટું થવું રહ્યું ,
ત્યા ફક્ત હુકમ છે
પ્રભુ તણો
માનવ નું કાંઈ ન ચાલે..!
દુખ વેઠે સુખ આવે,
સુખમાં પ્રભુ વિસરાય
દુખે પ્રભુ સ્મરાય...!
જન્મ પ્રભુની મરજીથી
મરંણ પ્રભુની મરજીથી
સમજ એ લેવી
ન સુખ ન દુખ આપણા
એ તો પ્રભુનો પ્રસાદ..!
*ખર્યું પાન *🌱
આવ્યું જ્ઞાન
તેથી ગૌતમ બન્યા..
*બુધ્ધ*
જયશ્રી પટેલ
૧૪/૧૨/૧૯