માંગ્યું તુ એ આજ મળી ગ્યુ
જ્ગ જૂનેરુ સપન ફળી ગ્યુ
વાસંતી. વાયરો વાયો કયાંથી?
અચાનક દિલનુંચમન ફળી ગ્યુ
રોમ ખુશ્બૂથી તર થઇ મહેંકયુ
અચાનક આવી કોણ મળી ગ્યુ?
દિલબરને જુદો કેમ બતાવું?
સમરસ થઇને જીગર ફળી ગ્યુ
હસી ઊઠી છે મનની મહેફિલ
આશને આજ અવલંબન મળી ગ્યુ
પ્રીતની અલગારી મસ્તી દેખી
જીવતર આપી મોત ઝરી ગ્યુ.