કોઈના દુખમાં તમારો ભાગ હોવો જોઈએ,
બીજા માટે જીવવાનો ફાગ હોવો જોઈએ.
સાવ સૂકા પાંદડાની જેણે ચાદર ઓઢી છે,
એના સપનામાં ગુલાબી બાગ હોવો જોઈએ.
રાગડા તાણીને ઘટના ક્યારની શું ગાય છે?
સ્તબ્ધતાના હાલનો પણ રાગ હોવો જોઈએ.
ચોર દરવાજાથી રાજા, ક્યારનો ભાગી ગયો,
એ પ્રજાનો શાહુકારી માગ હોવો જોઈએ.
જેને જેને એ મળીતી એ બધા દાઝી ગયા,
સાદગી પણ ઈર્ષાની આગ હોવો જોઈએ.......
ચિરાગ ઝા "ઝાઝી"
(છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)