શું ખબર.
રસ્તાઓ ચાંદનીનાં અજવાળે જ શોધ્યા,
રસ્તાઓ સમદંર પાસે અટકશે એ શું ખબર.
સફરો ઘણી ખેડી સાહસની જિંદગીભર,
આ વહાણો મધદરિયે લટકશે એ શું ખબર.
મહેનત જિંદગીભર ખૂબ આ હાથે કરી જો,
ને ચીરા સીધા હૃદયમાં પડશે એ શું ખબર.
આ આંખોએ પણ સહેલ કરી છે સપનાની,
એ સપનાઓ અશ્રુમાં વહી જશે એ શું ખબર.
જો તુફાનોમાંયે અડીખમ રહ્યાં ઝુંપડા ગામનાં,
આ સંબંધો સમીકરણોમાં પડશે એ શું ખબર.
- હિતેશ ડાભી 'મશહૂર'