તને યાદ છે કાન?
ખળખળ વહેતી જમનાના તટપર
રચાયુ હતું આપણું. તારા મૈત્રક
ગંઠાઇ ગયુ હૈયું
તું બન્યો મન મિત
જેમ જળ સંગાથ મીન
વાતને વાયા વરસોના વ્હાણા
સાંભળ્યા બહુ તવ બંસીના ગાણાં
ઝરમર. ઝરમર મેહૂલિયા જેમ
વરસવાની તારી રીત....
સરત ના રહી લગાર કે
કોક દી ચણાશે વિરહની ભીંત
તું તો સગપણના તંતૂ છોડીને ચાલ્યો મથૂરા
બનવા કંસ તણો મિત
અમ હિયે તો કોરાઇ ગ્યા છે
શ્યામ તારી લીલાના ગીત
દિલનો દરિયો મારે ઉછાળા
વાગશે છાલક સમરણના. મોજાની
આંખડીથી ઝરશે આંસુડાના મોતી
એમાં કદીયે ઓટ નથી હોતી
ઇ તો ગૂંજશે ભરતીનું ગીત!