સરિતા
વર્ષ - ૨૦૩૫
નામકરણમાં પૌત્રીનું નામ " સ " પરથી " સરિતા " કહેતાની સાથે જ દરેક જણ દાદાની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા.
વાત સાંભળતા વહુએ " સનાયા " નામ પર પસંદગી ઉતારી અને દાદાએ પત્ની " રેવા " ના ફોટો સામે ક્ષમા ભાવે જોઈ લીધુ.
એમાં એવું છે કે નદીની વ્યાખ્યા બદલાઈ ગઈ છે ....
નદી - " કચરો લઈ જનારી "
© દીપ્તિ ઠક્કર " માહી "