શું એક કવિ એની કલમને ક'દી ત્યાગી શકે?
ફૂલોને જગાવી ઝાકળ દિ આખો જાગી શકે?
સ્વપ્નોની દુનિયા ભલે ને હો કેટલીયે રૂપાળી,
શું માનવી ક્યારે વાસ્તવિકતાથી ભાગી શકે?
લખાય જાય કાગળે ક્યારેક કટાક્ષ ને વેદના,
ગઝલનાં શબ્દો પણ કોઈને હૈયે વાગી શકે.
દિલના દરવાજે જ્યારે દસ્તક થાય પ્રેમની,
શુષ્ક લાગણીઓને પ્રેમની તરસ લાગી શકે.
થઈ ગયું છે હવે તો હૃદય મારું સાવ કઠોર,
બાકી રહી છે કોઈ પીડા જે 'તરૂ'ને ભાંગી શકે?
તરૂ મિસ્ત્રી...