ગઝલ..સ્નેહનું ઝરણું...!!!
હાર માની હાથ જોડી હું કદી ઝૂકું નહીં,
છે જરૂરતથી વધું આગળ કદી દેખું નહીં.
આપણી રેખા સદા મોટી કરું હું શ્રમ થકી,
ચીતરેલી કોઈની રેખા કદી ચેકું નહીં.
ભૂલ મારી લઉં સુધારી શક્ય હો મારા થકી,
ટોપલો હો આળનો હું કોઈ પર મેલું નહીં.
હું પહેલાં એક મંજિલ,એક લક્ષ નક્કી કરું;
વ્યર્થ પથ્થરને ગમે ત્યાં હું કદી ફેકું નહીં.
સ્નેહનું ઝરણું વહે મારા મહીં, તારા મહીં;
કોઈને ના રોકવા દઉં હું કદી રોકું નહીં.
-અશોક વાવડીયા
છંદ= રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન