ક્ષિતિજ ના ઊંબરે ઊભી હું,
એ ડૂબતા સૂરજ ને જોઈ,
એના કેસરિયા રંગ માં રંગાઈ,
ખુદ ના ખોવાયેલા અસ્તિત્વને શોધું છું.
સમુદ્રના પાણીમાં પડી,
વધુ ચમકતી એ સૂરજ ની કિરણો,
એના ઉજાસ ભણી,
મને એની તરફ ખેંચી જાય છે.
એના લાલ, પીળા, કેસરિયા રંગ ના,
દરિયા માં ડુબકી લગાવી હું,
એક અભ્યંગ સ્નાન ની અનુભૂતિ માં
મહાલતી, આ બ્રહ્માંડમાં વીહરું છું
ચંદન તણો અર્ક ગણી,
એ સુરજની લાલીમાનું,
મારા કપાળમાં કરી તિલક,
એની ઊર્જામાં મન સમાઇ જાય છે.
ભટકું છું આ અનંત આકાશમાં,
રખડું છું આ અફાટ દરિયામાં,
ખુદની તલાશમાં આમતેમ ભટકતી,
મારી અંદર ની એ આત્માને શોધું છું.
આશકા શુકલ "ટીની"