આ બેગ બહુ સન્માનનિય છે.
છે ઘણાં ચહેરા આ બેગમાં રાખ્યા.
સમય, સંજોગ અને
વ્યક્તિ મુજબ,
જરૂર જણાય તેમ
વાપરી લઉં છું હું
તેમાંથી કોઈ પણ.
જાળવે છે મારું સન્માન તે.
હા,
બહુ સન્માનનિય છે આ બેગ!
પરંતુ,
આ સન્માન જળવાઈ ગયા બાદ,
જ્યારે ખોલું છું આ બેગ
જઉં છું હું જ મૂંઝાઈ
કે
આમાંથી અસલી મારો કયો?
- મિત્રીક દેસાઈ