આ જગત માં હજી કઈક ખૂટે છે,
એટલેતો લોકો એકબીજાને લૂંટે છે,
લોકો લાગણીઓનું ગળું ઘુંટે છે
એટલે જં સારા સંબંધો તૂટે છે,
શેરી એ શેરી એ ગંજીપતા કુટે છે,
ત્યાં દારૂ ની બોટલો પણ ફુટે છે.
ગરીબ પાસેથી લોકો રોટી ઝૂટે છે
દંભી નેતા ને જં લોકો ચૂંટે છે,
દીકરી કુણી કૂંપણ ની જેમ ફુટે
એ પહેલા એના નસીબ ફુટે છે
શ્વાસ પણ અમુક સમયે ખૂટે છે
અને ત્યારેજ પ્રાણ છૂટે છે
આ જગત માં હજી કઈક ખૂટે છે.
- મિલન ત્રિવેદી