હતી અમને ખાતરી મળવાનો નથી જીવનમાં સાથ તારો,
પણ જયારે હસતા તારા જીવનમાં મારુ નામ સાંભળીશ!
ત્યા રે હુ જરૂર યાદ આવીશ..
ચાલી જઇશ તારી જીંદગી માથી સદા માટે,
પામવા તને કરેલા પ્રયત્નો યાદ કરીશ!
ત્યા રે હુ જરૂર યાદ આવીશ..
રમત સમજે છે તુ આમ મારા પ્રેમને,
જયારે કોઈના દલડાને તુ પામવા આંસુ પાડીશ!
ત્યા રે હુ જરૂર યાદ આવીશ..
કેટલો પ્રેમ કરુ છુ હું તને શું ખબર??
તુ કોઈના પ્રેમમાં નિષ્ફળ થઇશ જયારે!
ત્યા રે હુ જરૂર યાદ આવીશ..