*સારા માણસ ને વધારે છંછેડો તો આવું પણ કરી શકે. કદર કરતા શીખો.*
એક ભાઈ જેલ માં આજીવન કેદ ની સજા ભોગવતા હતા.
એ ભાઈ ને બધા નાસ્તિક કહી ને જ બોલાવતા હતા.
એક પત્રકાર એમને મળવા ગયો અને પૂછ્યું કે તમે કેમ સજા ભોગવો છો એ તો મે જાણ્યું પણ તમને બધા નાસ્તિક કેમ કહે છે એ જણાવો plz.
પેલા ભાઈ એ કહ્યું કે હું એક બસ નો ડ્રાઈવર હતો.
એકવાર બસ લઈ ને જાતો હતો ત્યાં અચાનક બ્રેક ફેલ થાવા ના લીધે બસ પર નો કંટ્રોલ ગુમાવી દીધો અને બસ લડખડાવા લાગી.
જીંદગીભર નો અનુભવ કામે લગાડી માંડ માંડ બસ ને એક મોટી ખાઈ ના કિનારે ઝાડ સાથે અથડાવી ને રોકી લીધી.
બસ માં બેઠેલા બધા ભગવાન નું નામ લેતા હતા જે સ્વાભાવિક હતું પણ જેવી બસ રોકાઈ ગઇ તો બધા કહેવા લાગ્યા કે ભગવાને બચાવ્યા નહિતર આ ડ્રાઈવર તો બધા નો જીવ લઈ ને જ જાત.
મે કીધું કે યાંત્રિક ખામી ના લીધે આ બધુ થયું અને મે જ તમને બચાવ્યા છે. તો લોકો મારા પર ગુસ્સે થઈ ને મને ગાળો આપવા લાગ્યા અને મને નાસ્તિક છો એવું કહેવા લાગ્યા તો મારો મગજ છટક્યો અને મે બસ ચાલુ કરી ને કૂદકો મારી ને બહાર જતાં જતાં કહ્યું કે બોલાવો ભગવાન ને કે હવે તમને બચાવે !!!
બસ ખાઈ માં અને હું જેલ માં.