અંત આવ્યો નહીં ને શરૂઆત થઈ,
રાત વિતાવવામાં ફરી રાત થઈ !
માર્ગમાં એક્ અકસ્માતનો ઝોન છે,
આપણી એ જગ્યાએ મુલાકાત થઈ !
માત્ર બે જણ મળ્યાં એને કહીએ મિલન,
એમાં ટોળું ભળ્યું યાને બારાત થઈ !
હું તને ચાહતો હોઉં છું એ ક્ષણો,
એ ક્ષણો તારા હોવાની તાકાત થઈ !
હોઠ પર એક-બે શબ્દ આવી ગયા,
આમ અરધી-અધૂરી કશી વાત થઈ !