માણસ જયારે ગુસ્સામાં આવી જઇને કંઇપણ અજુગતું કામ કરી બેસેછે ત્યારે તે ગુનો બની જતો હોયછે
ચાહે તે ચોરી કરે, લુટફાટ કરે, મારામારી કરે, કે પછી રેપ કરે! એ દરેક કાયદાકીય રીતે ગુનો બનેછે તેની સજા પણ થતી જ હોયછે.
જેવો ગુનો તેવી સજા..નાના ગુના પ્રમાણે નાની સજા હોયછે ને મોટા ગુના પ્રમાણે મોટી સજા હોયછે
ચાહે તે વ્યકતિ નેતા હોય, કલાકાર હોય, કે સામાન્ય માનવી હોય પરંતું કાયદો કોઇને છોડતો નથી સમયે સજા જરુર મળેછે. તમને ખબર હશે કે બે હજાર આઠની સાલમાં મુંબઈમાં આતંકવાદીઓએ સિરિયલ બોંબ બ્લાસ્ટ કર્યા હતા ત્યારે તેમાં નિર્દોષ એકસોને સાઇઠ લોકોના મોત થયા હતા તેમાં કુલ દસ આતંકવાદીઓ હતા જે પાકિસ્તાનથી દરિયા વાટે સરસામાન લઇને મુંબઇ આવ્યા હતા તેમાંના નવ આતંકવાદીઓને તો આપણા સૈન્ય તેમજ કમાન્ડોએ જ ગોળીથી મારી નાખ્યા હતા ને જેમાં એક આતંકીને જીવતો પકડવામાં આવ્યો હતો ને જે પોલીસમેને તેને જીવતો પકડ્યો હતો તે પણ ગોળીથી જ પછી શહીદ થઈ ગયો હતો તે આતંકીનુ નામ અજમલ કબાબ હતું પછી પેલા પકડેલા આતંકી ઉપર કોર્ટમાં કેસ ચાલ્યો ને તેને સજા મળતા પહેલા એક વરસ સુધી જેલમા રહ્યો પછી તેને સજા રૂપે ફાંસી આપવાનો ચુકાદો આવ્યો તેથી તેને એક દિવસની વહેલી સવારે સ્નાન કરી લીધા પછી નવા કપડાં પહેરાવીને સાડા સાત વાગે જેલના માંચડે લઇ જઇને ફાંસી આપવામાં આવી હતી..આમ દરેક ને કાયદાની નજરે જોતા સજા તો મળે જ છે.
ગુનો જેને પણ કર્યો હોય તો તે સજાને પાત્ર હોયછે.
એક પંદર વર્ષના છોકરાએ તેની બાજુમાં રહેતી એક નાની પાંચ વર્ષની બાળકી સાથે એક એવું કામ કર્યુ હતું જે ખરેખર ઉમરના તફાવતને ધ્યાનમાં લઈને તે ગુનો બન્યો કારણકે તે નાની બાળકી હતી તેમજ તેની સાથે બળજબરી પણ થઈ હતી માટે તેનો ગુનો સામાન્ય તો ના જ ગણી શકાય પછી સતત એક વર્ષનો સમય લઇને કોર્ટે તેને આજીવન કેદની સજા ફરમાવી એટલે તેની આખી જીંદગી જેલના સળિયા પાછળ જતી રહેશે.
આજે જે પણ લોકો ગુનો કરેછે તે લોકો ગુનો કરતી તે સમયનુ જ વિચારતા હોયછે પણ તે વખતે કાલનું તો વિચારતા નથી કે કાલે હું જો પકડાઇ જઇશ તો મને સજા જરુર થશે!
ટુકમાં, કોઇ પણ એવુ કામ કરતી વખતે સો વખત વિચારવું સારુ કે આ મારુ કામ કોઇ કાયદાની નજરે ગુનો તો નથી બનતું ને!