મહોબતની અંતિમ નિશાની છે આ તેની,
કબરમાં પણ યાદ આવે એવા સિતમ રહે.
હજુ બાકી કશું કોઈ તો આવો તમે પણ,
મને ન સતાવ્યાંનો તમને પણ ન ગમ રહે.
એમને પામ્યા છે અમે, મળે મૃગજળ જેમ,
આખી જિંદગી વીતી જાય એવો ભરમ રહે.
મંજિલ વચ્ચે આવી ગઈ અને આફત બની,
ખુદની બરબાદી તરફના ખુદના કદમ રહે.
આવ્યો મનોજ લૂંટાવવા તો લૂંટી લેજો સૌ,
બસ એક અરમાન રાખજો જેનું કફન રહે
મનોજ સંતોકી માનસ