જો લખી શકતાં નથી ઊલા કે સાનીમાં,
તો લગાવો આગ પેલી ખાનદાનીમાં,
એટલી ખોટી કરી એણે પ્રસંશા કે,
બીજુ બાકી શું રહ્યું ત્યાં માનહાનીમાં.
બાજરાના ભાવની જેને ખબર નથી,
મોકલી દો એમને પણ રાજધાનીમાં.
એમને ઈનામ આપ્યા ચોક વચ્ચે,
હાથ જેના હોય આખા જાનહાનીમાં.
વેદની ચર્ચા હજી શરુ થઇ હતી ત્યાં,
મામલો બગડી ગયો ત્રિવેદી ને જાનીમાં.
એ હદે બેકાર છે લોકો અહીં કે,
આબરૂ વેચી રહ્યા છે ચાર આનીમાં.
જિગર ઠકકર 'ગઝલનાથ'