તમારી યાદનું ઉપવન મૂકી ચાલ્યા જવું છે,
અમારે લાગણીનું ઘર મૂકી ચાલ્યા જવું છે.
ઘણું વેઠી રહ્યું છે આ હૃદય સંબંધમાં પણ,
બધા સંબંધનું વળગણ મૂકી ચાલ્યા જવું છે.
બહુ ખીલ્યાં અમે એ બાગના પુષ્પો બનીને,
જીવનનાં બાગમાં ફોરમ મૂકી ચાલ્યા જવું છે.
હતી જે વેદના એ ગાઈ નાખી છે ગઝલમાં,
હવે આ વેદનાનું રણ મૂકી ચાલ્યા જવું છે.
ફરી નાખો ન બેડી કોઈ વચનોની ગળામાં,
તમારી 'પ્રીત'નું પિંજર મૂકી ચાલ્યા જવું છે.
નીતા સોજીત્રા...'રૂહ'