આજકાલ સુરત, વડોદરા, રાજકોટ ને અમદાવાદ આ દરેક શહેરમાં બી આર ટી એસ અથવા ખાનગી લકઝરી બસોથી થતા નાના મોટા એકસીડન્ટની જ વાતો મીડીયા અખબારો કે મોબાઇલમાં થતી હોય છે બબ્બે દિવસે કોઇ પણ શહેરમાં બસો દ્વારા થતા અકસ્માતોથી શહેરી જીવન ભયના ભણકારાઓમાં વિતી રહ્યુ છે જાણે કોઇ યમરાજ આવા શહેરોમાં ઘુમી રહ્યો હોય તેવુ વાતાવરણ હાલના સમયમાં તો ચોક્કસ જોવા મળી રહ્યુ છે. આમાં કોનો વાંક હોય ને કોણે સજા મળે તેવા હાલ સમયે થતા હોયછે.
સુરતમાં એક બસે ત્રણ જણાનો ભોગ લીધો!
તો અમદાવાદમાં બે જણનો ભોગ લેવાયો!
કયારે આવા જીવલેણ અકસ્માતો થંભી જશે!
શહેરની બસો ધીમે હોંકે તો પણ તકલીફ! ને ઝડપી ચલાવે તો પણ એજ તકલીફ! ટુંકમાં માનવ સમુદાય ઘણો જ છે તો સામે નાના મોટા વહીકલો પણ અનેક ઘણા છે ને સામે રસ્તાઓ પણ સાંકડા છે નથી ચાલવાની જગ્યા કે નથી હરવા ફરવાની જગ્યા! માણસ જાય તો કયાં જાય!
"આજે કોઇ માણસ પોતાની દુશ્મની સિવાય કયારેય કોઇ બીજા માણસને
કયારેય મારે નહીં."
કયારેક બનવા કાળ આ બધુ બની જતું હોયછે આજે દરેક માણસને ઉતાવળ હોયછે કોઇને ઘેર જવાની, કોઇને ઓફિસે જવાની, તો કોઇને બીજાને મળવા જવાની, તો કોઇને રેલ્વે સ્ટેશને કે બસ સ્ટેનડે જલ્દી પહોંચવું છે ને આવી અનેક જાતની દોડાદોડીમાં કદાચ કોઇને કંઇક થઈ જાય તો આપણે કોનો વાંક કાઢીશું! આપણો પોતાનો કે સામેવાળાનો!
એક આવા જ કોઇ શહેરમાં એક ઉંમર લાયક બેન પોતે એક રોડથી બીજા રોડ ઉપર જવા રોડ ક્રોસ કરી રહ્યા હતા પછી તે વચ્ચે આવીને ડિવાઇડર ઉપર ઉભા ને જેવો પગ બીજા રોડ ઉપર મુકેછે તેવામાં જ તુરંત બીજા રોડ ઉપર એક બસ તેમની આગળથી પસાર થાયછે આમેય બસ પસાર થતી જ હતી પણ તે બેન કદાચ ગભરાઇને બસની બાજુ નમી પડયા બસ પછી શું! તેઓ આથી ગંભીર ઘાયલ થયા ને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવા પડયા આમ પછી તો વાંક બસ વાળાનો જ નીકળ્યો કે બસે તેમને આમ ઘાયલ કર્યા!
હવે આમાં થોડુક વિચારવા જેવું છે કે તે બેને આજુબાજુ જોઇને જ રોડ ક્રોસ કરવો જોઇતો હતો જો તેઓ ડિવાઇડર ઉપર જરાક માટે ઉભા હોત તો આ ઘટના કદાચ બની ના હોત, ને બસ પણ આરામથી પસાર થઈ ગઇ હોત. પણ કયારેક ભુલો આપણાથી પણ થતી હોયછે ને વાંક બીજા ઉપર ઠલવાઇ જાયછે.
સમય જ એવો છે, માટે આપણે કોને કોને વાંક આપીશું!
એક બહું ચર્ચિત કહેવત છે કે (સમય કરતા જીંદગી વધું કિંમતી છે). જિંદગીમાં કોઇ ખાસ કારણ વગર કયારેય કોઇએ ઉતાવળ કરવી જોઇએ નહી. જો આ નિયમથી આપણે ચાલીશું તો કોઇનું કયારેય ખોટુ થશે નહીં.