2014 માં પેહલી વાર કોઈ વાર્તા ની સ્પર્ધા માં ભાગ લઈ રહ્યો હતો. મને હતું કે હું કઈ જીતવાનો નથી પણ ભાગ તો લઈએ.
અત્યારે જે માતૃભારતી છે તે પહેલાં ગુજરાતી પ્રાઇડ હતું. એક નાનકડી કમ્યુનિટી કે જેમાં મારી જેવા નવા નિશાળીયા લખી ને મોકલતા.
મારી વાર્તા જીતી તો નહીં પણ મારા અડ્રેસ પર ગિફ્ટ જરૂર પહોંચી. આ માઉસ પેડ અને તેની સાથે ઘણું બધું આવ્યું. ખાલી ભાગ લેવા માટે મને પેહલી વાર કૈક મળ્યું હતું. મારા લખાણ થી જ મને પેહલી વાર કઈક મળ્યું હતું.
માતૃભારતી હવે એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે અને એની છાયા માં રોજેરોજ કેટલાઈ નવા નવા લેખકો આગળ આવે છે. મને બસ ખુશી એ વાત ની છે કે એમની શરૂઆત થઈ ત્યાર થી હું એમની સાથે હતો.