Gujarati Quote in Motivational by Abhijit A Kher

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"આત્મ સંતોષ નો અનન્ય આનંદ કેવો હોય... ?"

આ આખી વાત R J Dhavnit એ પોતાના મોર્નિંગ મંત્ર માં કીધી હતી, જેને મે અને મારી વાઇફે બંને સાથે યુ ટ્યુબ પર સાથે સાંભળી અને માણી હતી,.. તે ખરેખર અત્યંત પ્રેરણાદાયક પ્રસંગ છે...

જે આ મુજબનો હતો..

એક કનસ્ટ્રક્શન સાઈટ પર, કામદાર વર્ગના નાના બાળકો એક બીજાને ટ્રેન બનાવી ને ટ્રેનની રમત રમતા હતા, જેમાં એક બાળક એન્જિન બન્યો હતો અને બીજા બધા ટ્રેનના ડબા બન્યા હતા અને છેલ્લે એક બાળક ગાર્ડ બની ગયો હતો,.. (જે ટ્રેનના ભાગમાં સાવ છેલ્લે જ હોય છે)...જેના હાથમાં એક લીલું કપડું હતું.. જેનાથી તે એન્જિન મેન ને (પ્રથમ ઉભેલા છોકરા જે એન્જિન બનેલો) ટ્રેન ઉપાડવાનો નિર્દેશ આપતો તે ફાટેલ લીલા કપડાં દ્વારા,... આવી રમત તવો રોજ રમતા... પણ ગાર્ડ તો પેલો છોકરો જ બનતો,..

હવે, આ આખી રમત ને,.. એક માલિક કે સાઈટનો એન્જિનિયર તેમની આ નિર્દોષ રમત ને રોજ જોતો.... અને આનંદ લેતો.. ચૂપ ચાપ...

એક દિવસ તેને વિચાર આવે છે કે..આ રમત તો રોજ રમાય છે,.. જેમાં એન્જિન મેન રોજ કોઈ નવો છોકરો કે છોકરી બને છે,..અને ડબાના ક્રમમા પણ બદલાવ હોય છે,..

પણ ગાર્ડ જે બને છે તે છોકરો, તેનો તે જ હોય છે..... એવું કેમ??.. પ્રશ્ર્ન સ્વભાવિક હતો,...

જેથી તેને કુતુહલવશ એક દિવસ; તેને થયું કે લાવ ને તે ગાર્ડ બનનાર છોકરાને જ પૂછી લવ...!!!!

હવે, જે આ છોકરો જે જવાબ આપે છે ને ....તે ખરેખર હદય અને મન ને એક મિનિટ માટે ચૂપ અને સ્તભ કરી દે છે,. જેને મોટા મોટા જ્ઞાની પણ સમજાવી સમજાવી થાકી જાય; ને તો પણ ન સમજાવી શકે તે વાત આ છોકરો સાવ સરળ ભાષામાં સમજાવી જાય છે...

છોકરા નો જવાબ હતો,

"બધા છોકરા-છોકરીઓ જોડે શર્ટ કે ફ્રોક છે,.. મારી પાસે નથી.. અને ટ્રેન બનવા માટે એક બીજા ને પકડવું પડે.. જો હું એન્જિન કે ડબો બનું તો બીજા મને કેવી રીતે પકડી શકે... !!!! સાહેબ...જેથી હું રોજ છેલ્લે ટ્રેનનો ગાર્ડ બની જાવ છું.... અને મને તેમાં મજા આવે છે..!!!!"

જીવન નો સાચો આનંદ કેવો હોય અને તેમાં પણ તમારી પાસે શું છે કે નથી .. તે મહત્વ નું નથી... પણ સવાલ એ છે કે તમારો દ્રસ્થીકોણ આનંદ લેવા માટે કેવો છે તે.... મહત્વ નું છે...

જે તે માલિક કે સાઈટ ના એન્જિનિયર ને તે દિવસે ખબર પડી.... કદાચ બીજાને પણ પડશે, આ ઘટના ને વાંચી ને........


"ટ્રેન
(આત્મસંતોષ ના આનંદ ની)
(RJ Dhavint ના મોર્નિંગ મંત્ર માંથી)", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Gujarati Motivational by Abhijit A Kher : 111291038
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now