મિથ્યા આ સંસારમાં મોલ નથી મારો કોઈ,
જગજીવન જંજાળમાં હસ્યાં રડ્યા બહુ જોઈ.
નાને થી મોટાં થયાં હૈયે ઠર્યા ઠામ,
પોતીકાને રાજી કરવા ઘણાં કર્યા કામ.
જીવનયુગે રચ્યાં રહ્યા સઘળું એમના કાજ,
વિષ વમળની વાટમાં નથી સહારો આજ.
કરમની એ કાળી ઘડી આવી મારે દરબાર,
ફૂલની એકએક પાંખડી ચૂંથવા માખીઓની ભરમાર.
સ્વસાંકળે કડીયો બની વેદિયાને ઘર જાય,
ન લાગે અણસાર નૈયા હાલક ડોલક થાય.
પ્રભુ કેરી પરોઢિયે તાંણી હતી તલવાર,
છોકરાં છાયા જીભે મરવા નહતી જાજીવાર.
આગમન નિજ સ્નેહીઓનું જીવન મિલનસાર,
પ્રાણપંખેરૂ ખંખેરાયું જિંદગી તારો આભાર.
કહે #રાજ આ સંસારમાં આવીને ચાલતાં થવાનું,
કોણ #કફનમાં શ્મશાને સાથે કાંઈ લઈ જવાનું??