આગળની વાત અધૂરી હતી તે વાત લખવાની શરૂઆત કરીછે
અરે છોકરાવ બાપાની ઘોડીને બાધીદીયો અને તેને નીરણ પુળો નાખો ઘરમાથી નાની ઉંમરના ભાઈઓ અને બાઈયો યે આવીને પગે લાગ્યા અને રામ રામ કરતા રામભાઈને આગણે ઢોલીયા ઢળાંણાં અને ગાદલા પથરાણા ધારગઢની આખી નાત સાકળીયા તેરૈયા ભાઈઓ આજ તો આપા રામની ડેલીએ ડાયરો કરીને બેઠા છે સામ સામી હોકાની ઘુંટ મારે છે અને સોરઠ હાલારના સુખ દુખ ની
વાતો કરે છે આપા વસ્તાના એક એક વેણને લોકો કાન દઈ ને સાંભળી રહ્યો છે ત્યા ઓરડેથી સાદ સાભળણો કે હાલો વાળુ કરવા ઉઠો કેશવભાઈ કહે રામભાઈ ઝાલર વગાડી રહે પછી વાળુ કરવા બેસીશુ બરોબરને વસ્તાભાઈ , વસ્તાભાઈ ડોકું હલાવ્યું હા ભાઈ વાતુનો દોર સંધાણો છે તો આજ પેટ ભરીને વાતુ કરી લઈએ પછી કલાની વાત કાલ ગામને ચોરે ઠાકોરજી માહરાજની આઆરતિ ચાલે છે ઝાલર વગડે છે એવામાં અચાનક ગાયુનો ગોવાળ રાયડુ પાડતો આવે છે અરે વાળો ,મારી ગાયુને પાછી વાળો અરે ગાયુને હાંકી ગયા છે અને માર મારીને કાઢી મુક્યો બહારવટીયાએ કીધુ કે જા કે તારા ગામમાં જઈને આ વાત સાંભળતાની સાથે જ આપા વસ્તાએ હાથમાથી હોકી પડતો મુક્યો અને બોલ્યા ભાઈ રામ આનાથી બીજુ રૂડુ મોત કયુ હોય જો જીવીશુ તો તારી ડેલીએ એક દિવસ કે બે દિવસ મહેમાન ગતી મિણીશું મરશું તો કાયમ ભેગા બેસીશુ આપા વસ્તા આપા રામ અને આપા કેશવ એમ ત્રણયે ઘોડી એ પલાંણ મડાણાને આથમણી દિશા ઉપર ઘોડીને મોકળી મેલી ત્રણય જણાએ એક સૂરે જોગમાયાનો જય જય કાર કર્યો કે હે માં ચામુંડા આજ અમારી આબરૂ રાખજે મારીયે તો કુરબાન છીએ પણ ગાયોને પાછી વાળવી છે
હરખે હાલીયા હલાર માણવા ગતી મેમાન
મેલીઢાળેલ ઢોલીયા ચડીયો વારે ઘેનુ વસ્તા
ધારગઢના સીમાટે મુમતાને આબી ગયા મુમતા સંધી બહારવટે નિકળેલા મુમતા કહે એલા આતો ગોર ગાયોને વાળવા આલીયા છે આમ હજુતો વાતુ કરે ત્યાં તો આપા વસ્તા એ જેમ જુવાર માથી લોથા લણે એમ તલવારના ઝાટકે માંથા લણવા માંડયા એક બે ત્રણ ત્રણ સંધીને ધુડ ચાટતા કરી મુકયા બીજી બાજુ આપારામ અને આપ કેશવ બોલાવે છે એમ ત્રણ જણા મરણીયા થઈ મારો મારો કરે છે
સુરા એ ફેરવેલ ચાકડો માટી કીધી મુકતા તાણી
તલવારે તે ટીપીયુ વહમાઘડીયેલ ઘાટ વસ્તા
પાચેક સંધીને મારી નાખ્યા છે સાતેક જણા ભાગી છુટયા છે નોખી નોખી ભાગેલો ગાયુ ને એક જગ્યાએ ભેગી કરી છે ત્યાં ભાગેલા અચાનક હલ્લો કર્યો અને ત્રણેય જણાના કાળજામાં ઘા ઝીંકયા ત્યાં આ બાજુથી ગામના તમારા રાજગોરો આવીપહોચ્યા છે બાહારવટીયાઓ ત્યાંથી નાસી છુટયા છે ગામના લોકોએ આ ત્રણેયને જોળીમાં સુવડાવીને ગામમા લઈ જવાનું નક્કી કયૉં ત્યાં તો આપા વસ્તા કહે છે કે મદર કોઇ દિવસ જોળીએ ન પડે અમે ચાલીને ગામમાં આવીને ગામમાં આવીશું ભાઈ તમે બધા આ ગાયુને સાંભળો પછી તો ત્રણેય વીર આંકડીયા ભીડીને ચાલતા ચાલતા ગામને પાદર પહોચે છે ગામ આખું પાદરમાં ભેગુ થયુ છે ત્રણયે લોહીથી લથપથ છે ત્રણયે વીર ત્યાં પ્રાણ ત્યાગી દે છે ત્યા આવેલા કવીઓ દુવા લલકારવા માંડયા છે
મરદો રૂડારણમાં કાયર તણ ન કામ
ચડીયેલ સુરા ને સત સવાયા વસ્તા
રામને કેશવ રણમાં ત્રીજો વીર વસ્તા
સિંધુના કાઢેલ સુખડ જુધમાય જગાઉત
આ વાત અધૂરી છે આગળની વાત આગળના પેજમા લખવામાઆવછે અક્ષર ને કોઈ છૂટછાટ કરવાની મનાય છે અમારીપરમીસન લીધા વગર કરવાની મનાયછે