આજના સમયમાં સંતાનનું કોઇ જ મહત્વ નથી..કુદરત પણ અજીબ કહેવાય જેને જરુરીયાત છે તેને એક
પણ હોતું નથી ને જેને બે સંતાન હોવા છતાંય આગળ લાઇનો પાડે છે
પણ આપણી ગરીબ પ્રજા બિલકુલ સમજવા તૈયાર નથી કારણકે તે અભણ છે તે આજનું વિચારે છે પણ
કાલનું વિચારતી નથી કે આપણા સંતાન કાલે મોટા થઈ જશે તો તેમના
ભરણપોષણ તેમજ ભણતરનો ખર્ચો પણ વધી જશે! તો ત્યારે આપણે આપણી નાની આવકમાં શું કરીશું! કેવી રીતે તેમને ખવડાવીશું! ને કેવી રીતે તેમને ભણાવીશું! ખરેખર આજના મોંઘવારીના સમયમાં બે થી વધું બાળક જણાય(જન્મ) જ નહીં
પરંતુ આપણે હવે વાત કરવાની છે એવા સંતાનની કે જેના માતાપિતા આ દુનિયામાં નથી એક નિરાધાર, લાચાર, અસહાય, બાળકની..
આજે આવા ઘણા બાળકો જીવી રહ્યા છે કે જેઓ એકલા છે તેમને સંસ્થા કે ટ્રસ્ટ સિવાય કોઇ જ આધાર નથી, તેઓ પોતાની જીંદગીમાં એકલતા અનુભવી રહ્યા છે. ભલે સંસ્થામાં રહીને તેઓ જીવી રહ્યા હોય પણ તેમની જીંદગી વેરાન જ કહેવાય. પરંતુ લોકોની માનવતા હજી જીવીતછે, મરી પરવારી નથી જ.
વડોદરા શહેરમાં આવેલી એક અનાથ બાળકોની સંસ્થામાં એક બાળકીનું કુદરતના પ્રતાપે નસીબ બદલાઈ ગયું..વાત એમ છે કે ભારત દેશની બહાર આવેલ એક દેશ નામે ઇટાલી ત્યાનું એક નિસંતાન કપલ પોતાને સંતાન ના હોવાથી કોઇની સલાહ પ્રમાણે ભારત આવ્યુ હતુ તો વડોદરામાં આવેલ કોઇ અનાથ બાળકોની સંસ્થાની મુલાકાત લીધી ત્યાના કોઇ ઉપરીને પોતાની દુ:ખ ભરી વાત કરી, ત્યારબાદ પેલા સાહેબે તેમની વાત સમજીને તેમને એક નિરાધાર બાળકી બતાવી, બાળકી એટલી બધી દેખાવે ના હતી પરંતું આ દંપતિને તો એક શેર માટીની જ ખોટ હતી અંતે તેમને તે બતાવેલ બાળકી દત્તક લેવાની પોતાની ઇચ્છા બતાવી ત્યારબાદ તુરંત તેના માટે જરુરી કાગળો તૈયાર કરાવ્યા ને પછી તેમને દત્તક આપવાની મંજૂરી પણ મળી ગઇ
જુઓ કુદરતનો આ કરિશ્મા! આને કહેવાય નસીબનો પલટો
નિસંતાનને સંતાન પણ મળી ગયું ને બાળકીને પોતાના માતાપિતા.
હવે આ બાળકી થોડાક સમય પછી ઇટાલી જશે તેના આ માતાપિતા સાથે
કોણ કહેછે કે ગરીબોનો ભગવાન નથી!!!