સિતમગર ની વાત , નિરાળી હોય છે,
હર સિતમ દિલ, લાજવાબ હોય છે;
ઈશારાના શબ્દવેધી બાણ , વિલસતા,
રસમયી ફુહારમય એ જવાબ હોય છે;
તરસતું રહેવું પડશે, તસલ્લી પામવાને,
દિલ્લગીના ઓજાર, કામયાબ હોય છે;
મસ્તાની ચાલમાં, રૂઆબદાર અદાઓ,
અંદાજે બયા એ,બેહદ રૂઆબ હોય છે;
આનંદ બેહિસાબ છે, અનંત લીલાઓ,
પ્રેમના સ્વરૂપને દિલથી ,આદાબ હોય છે;